Skip to main content

Posts

Showing posts from January 30, 2022

Balgeet

ચકી તારા લગ્ન- Gujarati Balgeet - 16

 ચકી તારા લગ્ન | चकी तारा लग्न | Chakī tārā lagna ગુજરાતી: ચકી તારા લગ્ન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ... ચકો રાણો આવે પરણવા ચાલ એની રૂમઝૂમ..  ચકી તારા લગન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ .. સાજન માજન માંડવા હેઠે ઢોલ વાગે ઢમ ઢમ.. શરણાયુ ના સૂર ગુંજે છે, વાગે છે પડઘમ..  ચકી તારા લગ્ન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ..  અતર લાવ્યા ગુલાબ કેરૂ પેલા સસલાભાઈ, ગુલાબદાની લઈને ઊભા પેલા બગલાભાઈ, ચકી તારા  લગન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ,  શરબત આવ્યું ગુલાબ કેરું જાનૈયા ને કાજ કાબરબાઇ ગીતડા ગાયે ,  કોયલ પુરાવે સાદ ચકી તારા લગન આવ્યા  ઢોલ વાગે ઢમ ઢમ, અણવર પેલો હોલો રાણો લાવ્યો છે મુખવાસ તજ લવિંગ એલચી ને સોપારી ને પાન , ચકી તારા લગ્ન આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ ચકી રાની બેઠા પરણવા  પહેરીને  પાનેતર પહેરાવા વરમાળા આવ્યો  ગોર પેલો તેતર, ચકી તારા લગ્ન આવ્યા તો ઢોલ વાગે ઢમ ઢમ ચકીબાઈ સાસરે ચાલ્યા આંખમાં આંસુધાર,   ચકી તારા  આવ્યા ઢોલ વાગે ઢમ ઢમ.. हिन्दी: चकी तारा लग्न आव्या ढोल वागे ढम ढम.. चको राणो आवे परणवा चाल एनी रूमझूम.. चकी तारा लगन आव्या ढोल वागे ढम ढम..  सा...

ગયો જમાનો છુક ગાડીનો - Gujarati Balgeet -15

 ગયો જમાનો છુક ગાડીનો | गयो जमानो छुक गाडीनो | gayo jmaano chhuk gaaadino  ગુજરાતી: ગયો જમાનો છુક ગાડીનો.. આવ્યું એરોપ્લેન ... ગયો જમાનો છુકગાડી નો,  આવ્યું એરોપ્લેન ... ઉડો હવામા છુકગાડી ને પડતી મૂકો ટ્રેન, હવે તો આવ્યું એરોપ્લેન.. હવે તો આવ્યું એરોપ્લેન..  ઉચે ઉચે આભે ચાંદામામા ની નિશાળ, તેમા ભણતા ટોળેટોળા,  લાખો તારક બાળ , વાદળ સાથે  લખસે એ તો લઈને પાટી-પેન..  હવે તો આવ્યું એરોપ્લેન .. હવે તો આવ્યું એરોપ્લેન ..  સાથે સાથે મસ્તી કરવા આવ્યો છે પવન .. રમવા માટે મોટું મોટું આભનું ગગન .. સૂરજ સાથે રમશૂ એન ઘેન દીવા ઘેન..  હવે તો આવ્યું એરોપ્લેન .. ઉડો હવામા છુકગાડી ને પડતી મૂકો ટ્રેન .. ગયો જમાનો છુક ગાડીનો .. આવ્યું એરોપ્લેન .. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: गयो जमानो छुक गाडीनो  आव्युं एरोप्लेन गयो     गयो,जमानो छुकगाडी नो  आव्युं एरोप्लेन  उडो हवामा छुकगाडी ने पडती मूको ट्रेन हवे तो आव्युं एरोप्लेन हवे तो आव्युं एरोप्लेन  उचे उच...

ગામને ગોંદરે ગાડુ આવે - Gujarati Balgeet - 14

ગામને ગોંદરે | गामने गोंदरे | Gaamane gondare  ગુજરાતી: ગામને ગોંદરે ગાડુ આવે, ગાડુ આવે.  નાનો નાગર એને હાકી લાવે હાંકી લાવે..  ગામને ગોંદરે ગાડુ આવે ગાડુ આવે..  પહેરી છે પોતડી પગમાં છે મોજડી  અંગે અંગરખી પહેરી આવે પહેરી આવે   ગામને ગોંદરે ગાડુ આવે ગાડુ આવે  બળદોને હાંકતો પૂછડું આમળતો ડચકારા ડચ ડચ દેતો આવે દેતો આવે ગામ અને ગોંદરે ગાડુ આવે ગાડુ આવે  પુળાનો ભાર ભર્યો ઉંચે આકાશ ચડ્યો  માથૂએ છાયામાં ઢાંકી આવે ઢાંકી આવે  ગોંદરે ગાડુ આવે ગાડુ આવે.. ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: गामने गोंदरे गाडु आवे गाडु आवे  नानो नागर एने हाकी लावे हांकी लावे गामने गोंदरे गाडु आवे गाडु आवे पहेरी छे पोतडी पगमां छे मोजडी अंगे अंगरखी पहेरी आवे पहेरी आवे   गामने गोंदरे गाडु आवे गाडु आवे  बळदोने हांकतो पूछडुं आमळतो डचकारा डच डच देतो आवे देतो आवे गाम अने गोंदरे गाडु आवे गाडु आवे  पुळानो भार भर्यो उंचे आकाश चड्यो  माथूए छायामां ढांकी आवे ढांकी आवे  गोंदरे गाडु आवे गाडु आवे.. English: Gaamane gond...

Followers