Skip to main content

Posts

Showing posts from January 23, 2022

Balgeet

ઘડિયાળ મારુ નાનુ - Gujarati Balgeet- 13

 ઘડિયાળ મારુ નાનુ | घडियाळ मारु नानु | Ghaḍiyāḷ māru nānu ગુજરાતી: ઘડિયાળ મારુ નાનુ  એ તો ચાલે છાનું માનું  એ તો કેવી અજબ જેવી વાત છે  નથી એને પગ પણ એ તો ચાલે ઝટપટ  ખાવાનુ નહિ ભાવે, પણ ચાવી આપે ચાલે  એ તો કેવી અજબ જેવી વાત છે અંધારે અજવાળે સૌના વખત એ સંભાળે  ટક ટક કરતું એ બોલે  પણ મોઢું જરા ન હાલે  એ તો કેવી અજબ જેવી વાત છે  દિવસ રાત ચાલે  પણ જગ્યાએથી ન હાલે  એ તો કેવી અજબ જેવી વાત  છે  ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: घडियाळ मारु नानु  ए तो चाले छानुं मानुं  ए तो केवी अजब जेवी वात छे  नथी एने पग पण ए तो चाले झटपट  खावानु नहि भावे, पण चावी आपे चाले  ए तो केवी अजब जेवी वात छे अंधारे अजवाळे सौना वखत ए संभाळे  टक टक करतुं ए बोले  पण मोढुं जरा न हाले  ए तो केवी अजब जेवी वात छे  दिवस रात चाले  पण जग्याएथी न हाले  ए तो केवी अजब जेवी वात  छे  English: Ghaḍiyāḷ māru nānu  E to chāle chhānuan mānuan  E to kevī ajab jevī vāt c...

ઘોડાગાડી માં બેસો મારા માડી - Gujarati Balgeet -12

 ઘોડાગાડી માં બેસો મારા માડી | घोडागाडी  मां बेसो मारा  माडी | ghodgaadi maan beso maaraa maadi  ગુજરાતી: ઘોડાગાડી ઘોડાગાડી... ઘોડાગાડી માં બેસો મારા  માડી...  મા મા તુજને  દૂર દેશ  લઈ જાઉં, સિન્ધુ ગંગા યમૂન  નદીના પુર ઓળંગી જાઉ , લાવું બંગ  દેશની સાડી ... ઘોડાગાડી ઘોડાગાડી... ઘોડાગાડી માં બેસો મારા માડી...  મા મા, તુજને ચંદ્ર લોક લઈ જાઉ ...  રવિ સૌમ મંગળ બુધ ગુરુ , શૂક્ર શની બતલાવું , એ સાત ગ્રહ ની જોડી ... ઘોડાગાડી ઘોડાગાડી ... ઘોડાગાડી માં બેસો મારા માડી...  મા મા તુજને પરી લોક લઈ જાઉ... રંગબેરંગી  પાંખો વાળી , એક પરી લઈ આવું , તેને બનાવું મારી નાની રાણી ... ઘોડાગાડી ઘોડાગાડી... ઘોડાગાડી માં બેસો મારા માડી... ઓડિયો સાંભળવા માટે /  To listen to the audio 👇 हिन्दी: घोडागाडी घोडागाडी, घोडागाडी मां बेसो मारा  माडी ... मा मा तुजने  दूर देश  लई जाउं ...  सिन्धु गंगा यमून  नदीना पुर ओळंगी जाउ ... लावुं बंग  देशनी साडी ... घोडागाडी ...

ગાડી મારી- Gujarati Balgeet -11

 ગાડી મારી | गाडी मारी | gaaadi maari ગુજરાતી: ગાડી મારી સરરર જાય..  બળદ શીંગડા ડોલાવતા જાય.. ઘમ ઘમ ઘૂઘરા વાગતા જાય..  ડોશીમા ડોશીમા ચાલ્યા તે ક્યાં ..  લાકડી લઈને ચાલ્યા તે ક્યાં ..  મારી ગાડી માં બેસો તમે..   રાજી રાજી બહુ થાશુ અમે ..   ગાડી મારી સરરર જાય..  બળદ શીંગડા ડોલાવતા જાય ..  ખેડૂત ભાઈ  ખેડૂત ભાઈ  ચાલ્યા તે ક્યાં, કોદાળી લઈને ચાલ્યા તે ક્યાં ..  મારા ગાડામાં બેસો તમે, રાજી રાજી બહુ થાશુ અમે ..  ગાડી મારી સરરર જાય ..  બળદ શીંગડા ડોલાવતા જાયે ..  બાબાભાઈ બાબાભાઈ  ચાલ્યા તે ક્યાં, દોડતા દોડતા ચાલ્યા તે ક્યાં ..  મારા  ગાડામા બેસો તમે ,  ગાતા ગાતા  ઘેર જાસુ અમે ..  ગાડી મારી સરરર જાય ..  બળદ  સિંગાળા ડોલાવતા જાય .. हिन्दी: गाडी मारी सररर जाय ..  बळद शींगडा डोलावता जाय .. घम घम घूघरा वागता जाय..  डोशीमा डोशीमा चाल्या ते क्यां ?  लाकडी लईने चाल्या ते क्यां ? ...

Followers